ગુજરાતના લોથલ ખાતે વિશ્વનું સૌથી મોટું અને ભારતના દરિયાઈ વારસાનો પરિચય આપતું મ્યૂઝિયમ બનશે. કેબિનેટ બેઠક બાદ પત્રકારોને સંબોધતાં શ્રી વૈષ્ણવે કહ્યું કે, લોથલ ખાતેનું સંકુલ પૂર્ણ રીતે તૈયાર થતાં મુલાકાતીઓને ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાનો પરિચય આપવા માટે પાંચ પરિમાણવાળા દૃશ્ય-શ્રાવ્ય કક્ષ તૈયાર કરાશે.
કેબિનેટ બેઠકમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણયોમાં દેશની સરહદી વિસ્તારની સલામતી સુનિશ્વિત કરવા ચાર હજાર 400 કરોડ રૂપિયાના ખર્ચે રાજસ્થાન અને પંજાબના આંતરાષ્ટ્રીય સરહદી વિસ્તારોમાં બે હજાર, 280 કિલોમીટરની લંબાઈના માર્ગો તૈયાર કરાશે, તેમજ પોષણ સાથે સર્વગ્રાહી વિકાસ સુનિશ્વિત કરવા 17 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ફોર્ટિફાઇડ ચોખા અપાશે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 7:25 પી એમ(PM)