ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2024 7:42 પી એમ(PM)

printer

રાજ્યના મેડિકલ, ડેન્ટલ, ફિઝોયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો

રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબો માટે સરકારે સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી અને GMERS મેડિકલ કૉલેજમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરાયો છે..મેડિકલ , ડેન્ટલ, ફિઝોયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોને પણ વધારાનો લાભ મળશે..સ્ટાઇપેન્ડ દરમાં વધારો પહેલી એપ્રિલ2024ની અસરથી અમલમાં આવશે.રાજ્યની 6 સરકારી અને 13 ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે.આ વધારા અનુસાર ઇન્ટર્ન્સને 21 હજાર 840, ડેન્ટલમાં 20 હજાર 160, ફિઝીયોથેરાપીમાં 13 હજાર 440 રૂપિયા તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં 15 હજાર 120 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે. ડિગ્રીના મેડિકલ રેસીડેન્ટ્સ, ક્લીનીકલ આસિસટન્ટ, સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના પહેલા, બીજા, ત્રીજા મેડિકલ રેસીડેન્ટ્સને પણ આ વધારાનો લાભ મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ