ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 20, 2024 7:36 પી એમ(PM)

printer

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના ગોરજ ગામ નજીકની સૉર્સ—1 કેનાલ તથા હાંસલપુર નજીક સૉર્સ—3ની પ્રત્યક્ષ મુલાકાત લીધી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના ગોરજ ગામ નજીકની સૉર્સ—1 કેનાલ તથા હાંસલપુર નજીક સૉર્સ—3ની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદ્રઢીકરણના કુલ એક હજાર 400 કરોડ રૂપિયાના પ્રૉજેક્ટ અંતર્ગત 377.65 કરોડ રૂપિયાના પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને માહિતી મેળવવા મુખ્યમંત્રીશ્રી અહીં પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં આ પ્રૉજેક્ટની 65 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.

મુખ્યમંત્રીશ્રીએ નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું હતું.
કેનાલના પહેલા તબક્કાનું કામ પૂર્ણ થતાં 12 હજાર હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળતો થશે. જ્યારે આ વર્ષના અંતમાં 1 હજાર 27 કરોડ રૂપિયાના ખર્ચે બીજા તબક્કાનું કામ શરૂ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા આ પ્રૉજેક્ટ હાથ ધરાયો છે. આ પ્રૉજેક્ટથી નળકાંઠાના કુલ 39 ગામની આશરે 35 હજાર હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ