રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો આવતીકાલે દિલ્હી જશે.ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે,આ તમામ મંત્રીઓ અને ધારાસભ્યો દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના યોજાનારા સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
Site Admin | ડિસેમ્બર 3, 2024 3:27 પી એમ(PM) | દિલ્હી