3 ઑક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભથી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી તેમજ બહુચરાજી સહિત માતાજીના અન્ય સાત દેવસ્થાનો ખાતે ભવ્ય ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાના નેતૃત્વમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અંબાજી ખાતે 3થી 11 ઑક્ટોબર જ્યારે મહેસાણાના બહુચરાજી શક્તિપીઠ ખાતે 3થી 12 ઑક્ટોબર દરમિયાન નવરાત્રીનું ભવ્ય આયોજન કરાશે. આ ઉપરાંત નવરાત્રીના નવ દિવસોમાં માતાજીના અન્ય સાત દેવસ્થાન ખાતે પણ એક દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ તમામ કાર્યક્રમોમાં રાજ્યના ખ્યાતનામ કલાકારો પર્ફોમ કરશે.
Site Admin | ઓક્ટોબર 1, 2024 3:54 પી એમ(PM)