મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં રાજ્યના ખેલમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતીમાં મહાકુંભના બીજા તબક્કાના શ્રેષ્ઠ શાળા, જિલ્લા અને મહાનગરોને એવોર્ડ-પુરસ્કાર અપાયા. મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે, રમતવીરોને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરૂ પાડવાની રાજ્ય સરકારની નેમ છે. આગામી સપ્તાહમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભ પહેલા ગુજરાતમાં શરૂ થઈ રહેલા આ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાને રમત-ગમતનો મહાકુંભ ગણાવ્યો હતો. વધુમાં મુખ્યમંત્રી શ્રી જણાવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે રમત-ગમત માટે સાધન સુવિધાઓ, તાલિમ, અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ સરળતાએ મળી રહે તે માટે રાજ્ય સરકારે રમત-ગમત માટેના બજેટમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. ૨૦૦૨માં જે બજેટ માત્ર અઢી કરોડનું હતું તે આજે વધીને ૩૫૨ રૂપિયા કરોડ થયું છે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 8:22 એ એમ (AM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ