રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના, લઘુ અને મધ્મય વર્ગના વેપારીઓ માટે રાજ્ય સરકારે રાહત અને બચાવ પેકેજની જાહેરાત કરી છે. આ વિશે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડોદરામાં વેપાર વાણિજ્ય સાથે સંકળાયેલા લોકોનું ઝડપી પુનર્વસન કરાવવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.પેકેજ અંતર્ગત લારી રેડકી ધારકને રૂપિયા પાંચ હજાર, 40 ચોરસ ફૂટ સુધીની નાના સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક 20 હજારની, 40 ચોરસ ફૂટથી મોટી કેબિન ધારકને 40 હજારની તેમજ મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીઓને ઉચ્ચક 85 હજારની રોકડ સહાય ચૂકવવામાં આવશે. પાંચ લાખ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતી મોટા દુકાન ધારકને 20 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર રહેશે. સહાય મેળવવા ૩૧ ઓક્ટોબર સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર અથવા નગરપાલિકાના મુખ્ય અધિકારીને અરજી કરવાની રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 7:41 પી એમ(PM) | ગુજરાત | વડોદરા