રાજ્યના પરિવહનમંત્રી હર્ષ સંઘવીએ નવી 20 વૉલ્વો બસોની સેવાનો પ્રારંભ કરાવ્યો છે.સંઘવીએ ગાંધીનગર એસ ટી ડેપોથી 20 નવી વૉલ્વો બસોને લીલી ઝંડી આપી હતી.આ પ્રસંગે પત્રકારોને સંબોધતા પરિવહનમંત્રી એ જણાવ્યું કે વરિષ્ઠ નાગરિક પ્રવાસીઓ માટે આ વૉલ્વો બસોમાં ખાસ સુવિધા મૂકવામાં આવી છે.આ નવી બસ સેવા અંતર્ગત અમદાવાદ સુરત માટે 8 બસો, અમદાવાદ વડોદરા માટે 8, અમદાવાદ રાજકોટ માટે 4 બસો ફાળવવામાં આવી છે. આ તમામ બસોમાં ફાયર સેફ્ટીને લઈને વિશેષ સુવિધાઓ મૂકવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 7:50 પી એમ(PM) | વૉલ્વો બસ | હર્ષ સંઘવી
રાજ્યના પરિવહનમંત્રી હર્ષ સંઘવીએ નવી 20 અત્યાધુનિક વૉલ્વો બસોની સેવાનો પ્રારંભ કરાવ્યો
