રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગઇકાલે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે નારાયણ આઈ હોસ્પિટલ પરિસરમાં શ્રી નારાયણ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રણ કરોડ રૂપિયાથી વધુના સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી દેસાઇ અને ઉપસ્થિત મહાનુભાવોએ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતન અને સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
શ્રી નારાયણ આઈ હોસ્પિટલ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કુલ ૧ લાખ 89 હજાર દર્દીઓની ઓપીડી તથા ૬૯ હજાર ૭૮૪ દર્દીઓના આંખના વિવિધ રોગોના ઓપરેશન કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટર્સના નિવાસ્થાન, સ્ટાફ ક્વાટર્સ તથા દર્દીઓની સુવિધામાં વધારો કરતા શ્રી નારાયણ ભવનનું નિર્માણ ચાલી રહ્યું છે.
Site Admin | ડિસેમ્બર 16, 2024 4:16 પી એમ(PM)
રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે શ્રી નારાયણ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
