રાજ્યના નાગરિકોના પડતર પ્રશ્નના નિકાલ માટે આજે વિવિધ જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો.જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા 21 પ્રશ્નમાંથી 19 પ્રશ્નના હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યા છે જ્યારે 2 પ્રશ્ન પડતર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ત્યાંનાં સ્થાનિકના પ્રશ્નનું સુખદ સમાધાન થતાં તેઓએ સરકારનો આભાર માન્યો હતો. ઉપરાંત કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ના સર્જાય, તે ધ્યાને આવતા એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે તપાસ કરી રહેણાંક મકાનમાં ચાલતું ગેરકાયદે ગોદામ બંધ કરાવાયું.આ સાથે જ દાહોદમાં જિલ્લામાં પણ સ્વાગત કાર્યક્રમ યોજાયો.જેમાં આશરે 10 જેટલી અરજી આવી હતી.ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જેમાં લેન્ડ ગ્રેબિંગ, સ્વચ્છતા, જમીન માપણી જેવા જુદા જુદા ૧૩ પ્રશ્નોમાં હકારાત્મક નિરાકરણ કરાયું હતું.
Site Admin | ઓક્ટોબર 24, 2024 7:55 પી એમ(PM) | સ્વાગત કાર્યક્રમ