રાજ્યના નાગરિકોએ શિયાળા માટે હજી રાહ જોવી પડશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ મહિનાના છેલ્લા સપ્તાહમાં અને ડિસેમ્બર મહિનામાં અત્યંત ઠંડીની શક્યતા છે. રાજ્ય માટે આ મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું તથા લઘુત્તમ તાપમાન સામાન્ય કે સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. હાલમાં આ મહિનાના પહેલા પખવાડિયામાં એપ્રિલ મહિના જેવી ગરમી અનુભવાઈ રહી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, મહિનાના શરૂઆતના 12 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહ્યું હતું. ગત વર્ષે નવેમ્બર મહિનાના પેહલા પખવાડિયામાં રાજ્યભરના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કે તેનાથી પણ ઓછું નોંધાયું હતું.
Site Admin | નવેમ્બર 14, 2024 11:36 એ એમ (AM)