ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 17, 2025 7:07 પી એમ(PM) | મુખ્યમંત્રી

printer

રાજ્યના નગરો-મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે એક જ દિવસમાં 537 કરોડ રૂપિયા મંજૂર કરાયા

રાજ્ય સરકારે નગરો-મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે, રૂપિયા 537 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ,સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, રાજકોટઅને ભાવનગર મહાનગરપાલિકાઓને રૂ.૩૦૯ કરોડ ૭૨ લાખ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત ૨૬૦ ઈલેક્ટ્રિક બસ અને ૭ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે રૂ.૫૮ કરોડ ૪૭લાખની ફાળવણી માટે મંજૂરી આપી છે. દ્વારકા નગરપાલિકાને રૂ.૧૩૧ કરોડ ૭૬ લાખ ફાળવવામાં આવશે. જેમાંથી દ્વારકા શહેરથી આશરે બે કિલોમીટર પૂર્વે નેશનલ હાઈવે પરથી રૂપેણ બંદર એક્ઝિટ આપી નવા ચાર માર્ગીય રોડને કનેક્ટ કરાશે. દ્વારકા નગરના રુક્ષમણી માતા મંદિર પાસેથી માઈનોર બ્રીજ અને બાયપાસ રિંગરોડ બનાવાશે. જેથીબેટ દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર પ્રવાસનધામની મુલાકાતે આવનારા પ્રવાસીઓ તથા દ્વારકાના નગરજનોને ટ્રાફિકજામની સમસ્યાથી મુક્તિ મળશે. આ ઉપરાંત વિસનગર-પાલનપુર-ટંકારા-કેશોદ-સિદ્ધપુર અને માંડવી નગરપાલિકાઓને 70 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ.૧૩ કરોડ35 લાખ સહિત ૨૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકામાં ચોમાસામાં નુકશાન થયેલ માર્ગોના રિસરફેસિંગ માટે વધારાની ગ્રાન્ટ તરીકે રૂ.૧ કરોડ ૭૦ લાખ ફાળવવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ