ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 19, 2024 3:09 પી એમ(PM)

printer

રાજ્યના ધોલેરા ખાતે આવેલ “સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન” માં દેશના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી”નું નિર્માણ..

રાજ્યના ધોલેરા ખાતે આવેલ “સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન” – SIRમાં દેશના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી”નું નિર્માણ થઇ રહ્યું છે. ધોલેરા સ્માર્ટ સિટી ખાતે વિવિધ ઇન્ડસ્ટ્રીઝ તેમજ તેના કર્મચારીઓ માટે સર્વગ્રાહી જીવનશૈલીના વિકાસ માટે રહેણાંક, વ્યાપાર, મનોરંજન તથા અન્ય હેતુસર ૯૨૦ ચોરસ કિલોમીટર જેટલી જમીન ફાળવાઈ છે.
આ પ્રોજેકટના પ્રારંભિક તબક્કે ૨૨.૫૪ ચોરસ કિલોમીટર વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો છે. જેમાં વિશ્વ કક્ષાના પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાલાયક પાણી, ૨૪ કલાક અવિરત વીજ પુરવઠો, CETP, STP, ICT, નેચરલ ગેસ વગેરે જેવી સેવાઓનો સમાવેશ કરાયો છે.
ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડકટર, ઇલેક્ટ્રોનિક્સ, નોન રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, ઇવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઇ.ટી. જેવી કંપનીઓનું નિર્માણ થશે. ઉપરાંત વિવિધ પરિવહન માટે અમદાવાદ-ધોલેરા વચ્ચે ગ્રીનફિલ્ડ ફોર લેન એકસપ્રેસ વે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા ફ્રેઈટ રેલ લાઇનનો વિકાસ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ