રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરાશે.પોલીસ વડા વિકાસ સહાયે આ નિર્ણય લેતા પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે.તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.આ કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આ કેન્દ્રો શરૂ કરવાથી પોલીસ અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટશે અને બાળકો, મહિલાઓ અને સિનીયર સીટીઝનોની સેવામાં ગુજરાત પોલીસ પોતાનું વિશેષ યોગદાન આપી શકશે.
Site Admin | જાન્યુઆરી 16, 2025 3:07 પી એમ(PM) | સાંત્વના કેન્દ્ર