કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 30 એપ્રિલ 2025 સુધીમાં સમગ્ર રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ કરવા સૂચના આપી છે.
નવી દિલ્હીમાં ગુજરાતમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણની સમીક્ષા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દર મહિને અને ગૃહ રાજ્ય મંત્રી, મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ અને DGP દ્વારા દર અઠવાડિયે સમીક્ષા કરવા પર પણ ભાર મૂક્યો હતો.
શ્રી શાહે ત્રણ નવા ફોજદારી કાયદાના સાર આપતા આ નવા કાયદાઓમાં F.I.R. નોંધાયા બાદ ત્રણ જ વર્ષમાં ન્યાય મળવાની જોગવાઈ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો..
રાજ્યમાં પોલીસ, જેલ, અદાલત, ફરિયાદ અને ન્યાયસહાયક અંગેની નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Site Admin | જાન્યુઆરી 31, 2025 7:59 એ એમ (AM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
રાજ્યના તમામ કમિશનરેટમાં આગામી ૩૦ એપ્રિલ સુધીમાં અને સમગ્ર રાજ્યમાં બનતી ત્વરાએ નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ સુનિશ્ચિત કરવા કેન્દ્રીય ગૃહમંત્રીની તાકીદ.
