રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કી ઔર કૃતાર્થ 2024” કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન શ્રી પટેલે આજના પરિપ્રેક્ષ્યમાં બાળ માનસિકતાને સમજીને સંશોધન કરવા પર ભાર મુક્યો હતો. શ્રી પટેલે કહ્યું, આજના સમયમાં બે વર્ષનું નાનું બાળક મોબાઈલમાં વ્યસ્ત રહીને સમય પસાર કરે છે. સમયની સાથે બાળકોનું પરિપ્રેક્ષ્ય બદલાયું છે, જેને સમજવાની જરૂર છે.
શ્રી પટેલ સહિત મહાનુભાવોએ યુનિવર્સિટીના 40થી પણ વધુ વાર્ષિકકાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી આ વર્ષ ચેસ વર્ષ તરીકે ઉજવશે, જેમાં 5 લાખ રૂપિયાની ઈનામી સ્પર્ધા ‘સ્ટૂડન્ટ ચેસ મીટ’નું પણ આયોજન કરાશે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2024 10:51 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | Gujarat | newsupdate | ગુજરાત | ભૂપેન્દ્ર પટેલ | મુખ્યમંત્રી | મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ