રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવંરજી બાવળિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરિયાના હસ્તે આણંદપર તેમજ દેવડા ગામે 3.48 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે સંબોધન કરતા કુવંરજી બાળવિયાએ જણાવ્યું કે ડોન્ડી ડેમ ભરવા માટેની ફીડર લાઇનની કામગીરી અંદાજે 3.48 કરોડ રૂપિયાના ખર્ચે થનાર છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં 2511 મીટર લંબાઈની 500 મિલિમીટર વ્યાસ ધરાવતી પાઇપલાઇન નાખવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ કામગીરીથી લોધિકા તાલુકાના છાપરા, દેવડા, મોટાવડા, પાંભર ઇટાળા, લક્ષ્મી ઇટાળા, પડધરી તાલુકાના નાનાવડા અને નાના ઇટાળા સહિતના ગામોને લાભ થશે.
આ પ્રસંગે મંત્રી શ્રીએ રાજકોટના ત્રમ્બા ખાતે નવા પમ્પિંગ સ્ટેશનની યોજનાની જાહેરાત કરતા કહ્યું કે રાજકોટ તાલુકાના 41 ગામોને પાણી મળી રહે તે માટે 235 કરોડ઼ રૂપિયાના ખર્ચે ત્રંબા ખાતે નવું સ્ટેશન બનશે. ટૂંક સમયમાં આ યોજનાના કામો શરૂ થશે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 7:16 પી એમ(PM) | પાણી પુરવઠા મંત્રી