ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 2, 2024 6:49 પી એમ(PM)

printer

રાજ્યના ચાર ખેલાડીઓએ ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં 24 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી બૉક્સિંગ વિશ્વકપમાં મહત્વની સિદ્ધી હાંસલ કરી છે

રાજ્યના ચાર ખેલાડીઓએ ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં 24 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી બૉક્સિંગ વિશ્વકપમાં મહત્વની સિદ્ધી હાંસલ કરી છે. જેમાં વડદોરાના ખેલાડીઓએ ત્રણ રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા છે.

પાર્થરાજ સિંહ જાહેજાની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. તેમણે છોકરાઓની બે જુદી જુદી શ્રેણીમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. જ્યારે દિનકલ ગોરખાએ પણ તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમતા રજત અને કાંસ્ય ચંદ્રક, જ્યારે ઇશિતિ ગાંધીએ તેમની ત્રીજી આંતરરાષ્ટ્રીય મેચમાં સિનિયર ફિમેલની બે જુદી જુદી શ્રેણીમાં બે રજત ચંદ્રક જીત્યા છે.

આ ચેમ્પિયશીપમાં ભારતમાઁથી 30 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમણે કુલ 7 સુવર્ણ, 10 રજત અને 18 કાંસ્ય ચંદ્રક સાથે દેશને ગૌરવ અપાવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ