રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં બજાર કરતા ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન અને અન્ય વેલ્યુ એડેડ સર્વિસીઝ પૂરી પાડવામાં આવશે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યના વિજ્ઞાન અને ટૅક્નોલોજી વિભાગ હેઠળ GFGNL એટલે કે, ગુજરાત ફાઈબર ગ્રીડ નૅટવર્ક લિમિટેડ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં અંદાજે 25 હજાર હર ઘર કનેક્ટિવિટી એટલે કે, ફાયબર ટુ હૉમ પહેલ અંતર્ગતઆ જોડાણ અપાશે. વિવિધ સંસ્થાઓ સાથે ભાગીદારીને આ પાયલટ પ્રૉજેક્ટ તરીકે આ જોડાણ આપવાનું આયોજન કરાયું છે.હર ઘર કનેક્ટિવિટી પહેલ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ટેલિવિઝન મનોરંજન, યુટિલિટી બિલની ચૂકવણી, ડિજિટલ સર્વિસ સ્ટેક, ગવર્મેન્ટ ટૂ સિટિઝન્સ- G2C જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. ઉપરાંત ઑનલાઈન એજ્યુકેશન ઈ-એજ્યુકેશન, કૃષિ કે ખેતીવાડી માટે IoT સૉલ્યુશન્સ, ઈ-એગ્રિકલ્ચર, પશુપાલન સંલગ્ન માહિતી પ્રસારણ, આરોગ્ય માટે ઇ-હેલ્થ અનેટેલિ-મેડિસિન્સ જેવી સેવાઓ પણ ઘરબેઠા જ ઉપલબ્ધ થઈ શકશે. આ પહેલ દ્વારા ગ્રામીણઘરોને ડિજિટલી સશક્ત બનાવીને સ્માર્ટ હૉમ્સમાં રૂપાંતરિત કરાશે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 7:15 પી એમ(PM)