રાજ્યના ખેડૂત નોંધણી એટલે કે, ફાર્મર રજિસ્ટ્રી પૉર્ટલ એગ્રીસ્ટેક પર ટેક્નિકલ ખામી સર્જાતા તેમાં હાલ પૂરતી નોંધણી થઈ શકશે નહીં. એમ રાજ્ય સરકારની એક યાદીમાં જણાવાયું છે. પૉર્ટલ પર ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને આ માટેની જાણ કરાશે.
કેન્દ્ર સરકારની સૂચના અનુસાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા 25 નવેમ્બર પહેલા નોંધણી ફરજિયાત પૂર્ણ કરવા જણાવાયું હતું, પરંતુ હાલમાં પૉર્ટલ પર ટેક્નિકલ ખામી સર્જાતા નોંધણી પ્રક્રિયા અટકી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, એગ્રીસ્ટેક પ્રૉજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારોના જમીન રેકર્ડને વિશેષ ઑળખપત્ર સાથે જોડવા ગત 15 ઑક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરાઈ હતી. આ નોંધણી હેઠળ ખેડૂતોને અગિયાર આંકડાનું વિશેષ ખેડૂત ઓળખપત્ર અપાશે, જેમાં તેમની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે.
Site Admin | નવેમ્બર 22, 2024 7:16 પી એમ(PM) | ખેડૂત