ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 19, 2024 8:00 પી એમ(PM) | આઈ-ખેડૂત પોર્ટલ

printer

રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાશે

રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાશે..આઈ-ખેડૂત પોર્ટલ વિવિધ જિલ્લા માટે તબક્કાવાર સાત દિવસ માટે અરજીઓ મેળવવા ખુલ્લું રખાશે..
ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલીત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે.
રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા સહીતના કુલ ૧૧ જિલ્લાના ખેડૂતો માટે તારીખ ૨૧ થી ૨૭ સપ્ટેમ્બર સુધી, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર સાથેના ૧૦ જિલ્લાના ખેડૂતો માટે ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર સુધી અને મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહીતના ૧૨ જિલ્લાના ખેડૂતો આગામી ૨૪ થી ૩૦ સપ્ટેમ્બર, સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ