ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાજ્યના ખેડૂતો માટે 1 હજાર 419 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર– ઓક્ટોબર માસ દરમિયાન થયેલા નુકસાન સામે પણ મળશે વળતર

રાજ્ય સરકારે ઓગસ્ટ 2024માં થયેલ ભારે વરસાદને કારણે ખેડૂતોની નુકસાનની ભરપાઇ માટે ૧ હજાર ૪૧૯ કરોડથી વધુનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિ મંત્રી રાધવજી પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું કે અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ રાજ્ય ભંડોળમાંથી વધારાના ૩૨૨ કરોડ ૩૩ લાખ રૂપિયાની ટોપ-અપ સહાય પણ અપાશે.
SDRFના નિયમો પ્રમાણે ૩૩ ટકાથી વધુ નુકશાન હોય તેવા આશરે ૭ લાખથી વધુ ખેડૂતોને મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના પરિણામે 33 ટકા થી વધુ નુકસાન પામેલ કુલ ૮ લાખ ૮૩ હજાર હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો. જ્યારે રાજ્યના ૨૦ જિલ્લાના ૧૩૬ તાલુકાના કુલ ૬૮૧૨ ગામોનો વિસ્તાર ભારે વરસાદથી પ્રભાવિત થયો હતો.