ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે જણાવ્યું છે કે, રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજખોરોને શોધીને જેલના હવાલે કરવાનું કામ પોલીસને સોંપવામાં આવ્યું છે… તેમણે કહ્યું કે, ગુજરાત એક એવુ રાજ્ય છે, જેમાં વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલાં લોકોને પોલીસે બહાર કાઢ્યા છે..
શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ સરકારી અધિકારી કે પોલીસનો જવાન પણ વ્યાજખોરી કરતા પકડાશે, તો તેની સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.. લાલગેટ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ MD ડ્રગ્સ બાબતે ગૃહરાજ્યમંત્રીએ સુરત પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.