રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 27 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે, પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતના ભાગોમાં પહોંચશે, જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું, આગામી 24 કલાક દરમિયાન એટલે કે, આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદન આગાહી છે. તેમજ આગામી ત્રણ દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.(બાઈટઃ રામાશ્રય યાદવ, વૈજ્ઞાનિક,હવામાન વિભાગ)
Site Admin | ડિસેમ્બર 25, 2024 7:36 પી એમ(PM) | કમોસમી વરસાદ