રાજ્યના કૃષિ વિભાગે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મુકી છે. આ અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઈનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે 20 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે.
શ્રી પટેલે જણાવ્યું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વગર ઉત્પાદિત કરેલા શાકભાજી પાક સરળતાથી મળી રહે તે માટેની આ યોજના છે. આ યોજનાના અમલીકરણ માટે સરકારે અંદાજપત્રમાં 10 કરોડ રૂપિયાની રકમ પણ ફાળવી છે.
શ્રી પટેલે ઉંમેર્યું કે, આ યોજનાના અમલીકરણથી આગામી પાંચ વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે. તેમ જ આશરે પાંચ હજાર હેક્ટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનારી સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર – DBTના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે
Site Admin | જુલાઇ 1, 2024 7:41 પી એમ(PM) | પ્રાકૃતિક ખેતી