રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં અતિ વૃષ્ટિને લીધે થયેલા પાક નુકસાન સામે ટૂંક સમયમાં વળતરની જાહેરાત કરાશે.
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ ગાંધીનગર દ્વારા ચોથી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂત પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકાર ટેકાના ભાવે રાજ્યના ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરશે. આગામી 1 ઓક્ટોબરથી રાજ્યના 13 ખરીદી કેન્દ્રો પર કપાસની ખરીદી શરૂ થશે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 8:10 પી એમ(PM) | રાઘવજી પટેલ
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં અતિ વૃષ્ટિને લીધે થયેલા પાક નુકસાન સામે ટૂંક સમયમાં વળતરની જાહેરાત કરાશે
