રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકાના અલીયા- ચાવડા ગામથી રાજ્ય ધોરીમાર્ગ સુધીના રોડ પર સાત કરોડ રૂપિયાનાં ખર્ચે થયેલા રીસર્ફેસિંગ અને અલીયા ગામે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મેજર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. શ્રી પટેલે સુર્યપરા ગામે અઢી કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્માણ પામનાર પુલનાં કામનું ખાતમુહુર્ત પણ કર્યું હતું.આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે,સરકાર ગામડાઓમાં પણ શહેરની સમકક્ષ સુવિધાઓ ઉભી કરી રહી છે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 6:39 પી એમ(PM)