રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જૂનાગઢમાં એક ચિંતન શિબિર યોજાઈ ગઈ. વેટરનરી કોલેજ ખાતે રાજ્યકક્ષાની ચિંતન શિબિરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
તેમણે રાજ્યભરના પશુપાલન અને ડેરી ક્ષેત્રના નિષ્ણાંતોને પ્રવર્તમાન યોજનાઓને વધુ કાર્યક્ષમ બનાવવા જરૂરી સૂચનો કરવા અપીલ કરી હતી. મંત્રીશ્રીએ પશુપાલકોને આર્થિક રીતે સશક્ત કરવા માટે KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડનો વ્યાપ વધારવાને આવશ્યક ગણાવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 7:26 પી એમ(PM)