રાજ્યના કુલ ૧૬૯ તાલુકામાં ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં પાટણ તાલુકામાં પાંચ ઇંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.જયારે ઉત્તર ગુજરાતમાં મહેસાણાના વિસનગર તાલુકામાં ચાર ઇંચ, જોટાણા, ખેરાલુ, મહેસાણા મળીને કુલ ત્રણ તાલુકામાં ત્રણ –ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના ઘોઘામાં એક ઇંચ વરસાદ થયો હોવાના અહેવાલ છે. જ્યારે ભાવનગર શહેરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.
આ ઉપરાંત બેચરાજી, રાધનપુર, સાંતલપુર, લખાણી, માંડવી-કચ્છ, ચાણસ્મા, અંજાર, સિદ્ધપુર, વડનગર, દેત્રોજ- રામપુરા, ઉમરપાડા, હારીજ, ખંભાળિયા, ભચાઉ અને સતલાસણા મળીને કુલ ૧૫ તાલુકામાં બે – બે ઇંચ વરસાદ વરસ્યોછે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૦ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૮૪ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ૬૯ ટકાથી વધુ, ઉત્તર ગુજરાત માં ૪૩ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૨ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ થયો છે.
દરમિયાન રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે.. આજે સવારના છથી બપોરના બે વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના કપરાડા અને કચ્છના ગાંધીધામમાં 16-16 મિલીમીટર વરસાદ વરસ્યો છે.
Site Admin | જુલાઇ 31, 2024 3:29 પી એમ(PM) | વરસાદ