ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 26, 2025 3:05 પી એમ(PM)

printer

રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ નવા સંગ્રહાલય બનશે

રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ નવા સંગ્રહાલય બનશે. વિધાનસભામાં પ્રશ્નનો જવાબ આપતા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે આ વર્ષના અંદાજપત્રમાં સંગ્રહાલયોના સમારકામ માટે 39 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું ‘ગુજરાત વંદના સંગ્રહાલય’નું 12 એકર વિસ્તારમાં એકતાનગર ખાતે નિર્માણકાર્ય ચાલી રહી છે. આ માટે છેલ્લા બે વર્ષમાં અંદાજે ત્રણ કરોડ 93 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે. શ્રી બેરાએ કહ્યું, આ સંગ્રહાલયમાં ગુજરાતની સ્થાપના અને દેશના વિકાસમાં રાજ્યના યોગદાનની ઝાંખી દર્શાવાશે. આ સિવાય નવા છ સંગ્રહાલયમાં કેવડિયા ખાતે દેશી રજવાડાઓનું સંગ્રહાલય, ભુજમાં વીર બાળ સંગ્રહાલય, કૃષ્ણદેવરાય સંગ્રહાલય, વડનગર સંગ્રહાલયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાંચ સંગ્રહાલયોની નવીનીકરણની કામગીરી ચાલી રહી હોવાનું પણ શ્રી બેરાએ કહ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ