રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇએ અઝરબૈજાનના બાકુમાં ચાલી રહેલી-COP29 પરિષદમાં જણાવ્યું છે કે, ગુજરાત પુનઃપ્રાપ્ય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રણી બની રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતે આઝાદીની શતાબ્દી નિમિત્તે 2047 સુધીમાં તેની નવીનીકરણ ઉર્જાક્ષમતાને વધારવા અને ઉર્જા સ્વનિર્ભરતા હાંસલ કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે.
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ-GUVNLના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરેએ ઉર્જા-સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે રાજ્યની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
Site Admin | નવેમ્બર 15, 2024 7:09 પી એમ(PM) | કનુભાઈ દેસાઇ