રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “યુવાનોની પ્રતિભા બહાર લાવવા અને તેને વિકસાવવા સરકાર તેમની સાથે છે.” ગાંધીનગરમાં આવેલી NFSU- રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં યોજાયેલા બ્રિક્સ યૂથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશીપ પ્રિ-કન્સલ્ટેશન કાર્યક્રમમાં રાજપૂતે આ મુજબ જણાવ્યું હતું. દરમિયાન તેમણે રાજ્ય સરકારની નીતિઓનો વધુને વધુ લોકો લાભ લે તેવી પણ અપીલ કરી હતી. (બાઈટઃબળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગમંત્રી) યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અને ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના સહયોગથી યુવા ઉદ્યોગસાહસિકોમાં નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમ યોજાયો છે. દરમિયાન બ્રિક્સ કાર્યક્રમના સહસંયોજક પ્રો. ડૉ. હરેશ બારોટે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં 600 જેટલા યુવા ઉદ્યોગસાહસિકો જોડાયા છે.આ કાર્યક્રમ અંતર્ગત માસ્ટર ક્લાસ, પેનલ ચર્ચા, સ્ટાર્ટ-અપ પ્રદર્શન અને વિચાર સ્પર્ધાનો સમાવેશ કરાયો છે.
Site Admin | જાન્યુઆરી 28, 2025 3:05 પી એમ(PM) | બળવંતસિંહ રાજપૂત
રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “યુવાનોની પ્રતિભા બહાર લાવવા અને તેને વિકસાવવા સરકાર તેમની સાથે છે.”
