રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘ મહેર જોવા મળી હતી.મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ મહેસાણાના વિસનગર અને સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મહેસાણાના વિજાપુર અને જોટાણા, ભરૂચના હાંસોટ, મહીસાગરના લુણાવાડા અને બનાસકાંઠાના વડગામ તાલુકામાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજરોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 59 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 76 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 74 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 69 ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 41 ટકાથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 38 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
Site Admin | જુલાઇ 30, 2024 3:28 પી એમ(PM) | વરસાદ