અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ બાદ સરકારે કાર્યવાહી કરી છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, રાજ્યના આરોગ્ય વિભાગે પીએમજેએવાય યોજનામાંથી અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ સહિત શિવ હૉસ્પિટલ, નારિત્વ – ટર્નિંગ પૉઈન્ટ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ,વડોદરાની સનશાઈન ગ્લૉબલ હૉસ્પિટલ વડોદરા, સુરતની સનશાઈન ગ્લૉબલ હૉસ્પિટલ, ગીરસોમનાથ જિલ્લાની જીવનજ્યોત આરોગ્યસેવા સંઘ અને રાજકોટની નિહીત બેબીકેર ચિલ્ડ્રન હૉસ્પિટલ એમ સાત હૉસ્પિટલને સસ્પેન્ડ એટલે કે, ફરજ-મોકૂફ કરવામાં આવી છે. જ્યારે ખ્યાતિ હૉસ્પિટલના આરોપી તબીબ ડૉ. પ્રશાન્ત વઝીરાણી સહિત ડીસીએચ ડૉ. હિરેન મશરુ, રેડિએશન ઑન્કૉલૉજિસ્ટ ડૉ. કેતનકલારિયા અને સર્જિકલ ઑન્કૉલૉજિસ્ટ ડૉ. મિહીર શાહને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તરીકે ફરજ-મોકૂફ કરાયા છે.
Site Admin | નવેમ્બર 19, 2024 7:39 પી એમ(PM) | પીએમ જેએવાય