ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 11, 2024 3:01 પી એમ(PM)

printer

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના શંકાસ્પદ કેસને લઈ તંત્રની તૈયારીની સમીક્ષા કરી

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના શંકાસ્પદ કેસને લઈ તંત્રની તૈયારીની સમીક્ષા કરી હતી. ભુજ ખાતે યોજાયેલી બેઠકમાં આરોગ્યમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિની વિગતો મેળવી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ત્રીજી સપ્ટેમ્બરથી અત્યાર સુધી આ વિસ્તારમાં નોંધાયેલા મૃત્યુ પૈકી પાંચ હૃદયરોગ અને કેન્સરના સ્ટ્રોકના લીધે થયા છે. જ્યારે 11 મૃત્યુ ફ્લૂ અને તેનાથી થતા ન્યૂમોનિયા તેમ જ અન્ય કારણોસર થયા છે. આરોગ્ય વિભાગની 45 ટુકડીએ આ વિસ્તારના 22 ગામમાં 2 હજાર 234 લોકોની ચકાસણી કરતાં 48 તાવના કેસ સામે આવતાં તેમને જરૂરી સારવાર આપવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ