રાજ્યના આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની બે હાઈવ્સ અને કૉલોની અપાશે. સહાયલક્ષી યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના 53 આદિજાતિ તાલુકાના મધમાખીપાલકો, સ્વસહાય સમૂહ, સખીમંડળ, ખેડૂત ઉત્પાદક સંગઠન- FPO અને ખેડૂત ઉત્પાદક કંપની-FPCના આદિજાતિ સભાસદને વિનામૂલ્યે આ સુવિધા અપાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
યોજનાનો લાભ મેળવવા મધમાખીપાલકો આગામી સાત ફેબ્રુઆરી સુધી આઈ-ખેડૂત પૉર્ટલ પર અરજી કરી શકશે. ઉપરાંત અરજી કરીને તેની પ્રિન્ટ જરૂરી દસ્તાવેજ સાથે જેતે જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરીએ સમયમર્યાદામાં મોકલવાની રહેશે.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:30 પી એમ(PM)
રાજ્યના આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની બે હાઈવ્સ અને કૉલોની અપાશે
