રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉન તથા રાજ્ય પૂરવઠા નિગમના સરકારી ગોડાઉનની ઓચિંતી મુલાકાત લીધી હતી. મંત્રીએ બંને ગોડાઉનમાં સ્ટોક, અનાજની ગુણવત્તા, પરિવહન સહિતની વિગતો જાણીને સમીક્ષા કરી હતી. જન્માષ્ટમીના તહેવારો પર સરકારી અનાજ-તેલના જથ્થાનું રાશનકાર્ડ ધારકોને સમયસર વિતરણ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.
તેમણે વિવિધ ગોડાઉનોમાં જઈને ગોડાઉનમાં અનાજના સંગ્રહની સ્થિતિ, ઘઉં-ચોખાની ગુણવત્તા, સ્ટોકની સ્થિતિ વગેરેની જાણકારી મેળવી હતી. તેમણે ઘઉં, ચોખા, ચણા તેમજ તેલના ગોડાઉનનું રૂબરૂ નિરીક્ષણ કરીને ચણા-તેલના જથ્થાની ગુણવત્તાના માપન વિશે જાણકારી મેળવી હતી. તેમણે અનાજ-ચોખા-ચણાના નમૂનાની આકસ્મિક તપાસ પણ કરી હતી.
Site Admin | ઓગસ્ટ 17, 2024 8:02 પી એમ(PM)