રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સિ ઑપરેશન સેન્ટર પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્ય સચિવ રાજ કુમાર, મહેસૂલ, માર્ગ અ મકાન સહિતના અન્ય વિભાગના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને પ્રભારીઓ વીડિયો કોન્ફરેન્સથી જોડાશે. આ ઉપરાંત હવામન વિભાગ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડના અધિકારીઓ તેમજ રાજ્યના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લા સિવાયના તમામ જીલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કર્યું છે… આ તરફ ગીર સોમનાથ, પોરબંદર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને જોતા ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી, સ્થિતિનો તાગ મેળવીને શક્ય તમામ સહાયની બાહેંધરી આપી હતી.
રાજ્યમાં આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન 244 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 89 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ લગભગ 89 ટકા જેટલો ભરાઇ ગયો છે. જ્યારે રાજ્યના 72 ડેમ હાઇએલર્ટ પર છે.. માછીમારોને 26થી 29 ઓગષ્ટ દરમિયાન દરિયો ન ખેડવા ચેતવણી આપવામા આવી છે
Site Admin | ઓગસ્ટ 26, 2024 3:15 પી એમ(PM) | મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ | વરસાદ