ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 3, 2024 7:20 પી એમ(PM) | વરસાદ

printer

રાજ્યનાં 187 જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યનાં 187 જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ભરૂચ જિલ્લાના વાલિયામાં 6.14 ઇંચ તેમજ નેત્રંગમાં પાંચ ઇંચ વરસાદ થયાના અહેવાલ છે. સુરતના ઉમરપાડામાં 4 ઇંચ, અને વલસાડમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદને કારણે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સેવાશ્રમ રોડ, શક્તિનાથ રેલવે ગરનાળુ અને કલેક્ટર કચેરી નજીક રેલવેનાળામાં પાણી ભરાતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાન પાંજરોલી તેમજ ડહેલી ગામના મામલતદારે મુલાકાત લીધી હતી.
ભરૂચના વાલિયાના ડહેલી ગામે 87 લોકો સંપર્ક વિહોણા બન્યા હતા, તેમજ કાછોટા ફળિયાની ચારે તરફ કિમ નદીના પાણી ફરી વળ્યા હતા. પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી.
પાટણમાં રેલ્વેનાળા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.
વલસાડમાં મોગરાવાળી ગરનાળાના માર્ગ પર મહિલા શિક્ષિકાની કાર પાણીમાં તણાંતા સ્થાનિક લોકોએ બચાવ કર્યો હતો.
અરવલ્લી જિલ્લાના વિવિધ જળાશોયમાં પાણીની ભરપુર આવક નોંધાઈ રહી છે. મોડાસાના માઝમ જળાશયમાં બે દરવાજા બે ફૂટ ખોલીને 2 હજાર 530 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. માલપુરના વાત્રક ડેમની કુલ સપાટી 136.25 છે, હાલની સપાટી 136 મીટર પર પહોંચી છે, જેમાંથી પીસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે…
છોટાઉદેપુરના પાદરવાંટ ગામે ગલુ ફળિયાના ઘરમાંથી 11 ફૂટ લાંબા અજગરનું ગઈ રાત્રે વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
જામનગરના ઘણા વિસ્તારોમાં 5 થી 12 ફૂટ પાણી ભરાતા લોકોની ઘરવખરી પણ પાણીમાં તણાઇ ગઇ હતી. જામનગર વન વિભાગના કર્મચારીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ તેમજ જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ