ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 5, 2024 10:02 એ એમ (AM) | Gujarat | newsupdate | topnews | weatherupdate

printer

રાજ્યનાં 100થી વધુ તાલુકાઓમાં વરસાદઃ દાંતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો

છેલ્લાં પાંચ દિવસથી રાજ્યનાં મોટાં ભાગનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે.
ગઈકાલે રાજ્યનાં 100થી વધુ તાલુકમાં વરસાદી માહોલ રહ્યો હતો. બનાસકાંઠાના દાંતામાં સવારના છ વાગ્યાથી 10 વાગ્યા સુધીનાં માત્ર ચાર કલાકમાં 8 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ હતી. પંચમહાલ જિલ્લાના શહેરામાં ગઇ કાલે સાંજે છથી આઠ દરમિયાન અઢી ઇંચ વરસાદ પડ્યો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે ગઇ કાલે સવારે 6 વાગ્યાથી રાત્રિનાં આઠ વાગ્યા સુધી તિલકવાડા, પંચમહાલ અને વડગામ તાલુકામાં અઢી ઇંચ, ખાનપુર, ગળતેશ્વર, પાલનપુર, કઠલાલ, કુકરમુંડા, ઠાસરા તાલુકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.
હવામાન ખાતાએ આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત, અમદાવાદ સહિતનાં અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
દરમિયાન, બાયડના ઝાંઝરી ધોધ પાસે અકસ્માતની ઘટનાઓને જિલ્લા કલેક્ટરે ધોધના પાંચ કિલોમીટર સુધીના વિસ્તારોમાં કોતરોમાં 19 જુલાઇ સુધી પ્રવેશ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકતું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ