રાજ્યનાં હવામાનમાં આજથી પલ્ટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું 9.8 ડિગ્રી લઘુતમ નોંધાયું હતું, વડોદરા શહેરમાં ગત રાત્રિએ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી, અમદાવાદમાં 18.6 ડિગ્રી, સુરતમાં 18.4 ડિગ્રી રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ મધ્ય ગુજરાતને બાદ કરતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જે વિસ્તારમાં વરસાદની શક્યતા છે ત્યાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારાનો પણ અનુભવ થશે. આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં કરા પડી શકે છે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 8:14 પી એમ(PM) | રાજ્યનાં હવામાન