ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 31, 2025 10:13 એ એમ (AM)

printer

રાજ્યનાં સાત વર્ષનાં ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ સર્બિયાની ચેસ સ્પર્ધામાં વિશ્વ ચેસ વિજેતાનો ખિતાબ જીત્યો

રાજ્યનાં સાત વર્ષનાં ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ વિશ્વ ચેસ વિજેતાનો ખિતાબ જીત્યો છે. આ ખેલાડીએ સર્બિયાના વૃન્જાકા બાન્જા ખાતે યોજાયેલી ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશીપ 2025માં અંડર સેવન ગર્લ્સ કેટેગરીમાં આ ખિતાબ જીત્યો છે. સુરતમાં પહેલા ધોરણમાં ભણતાં વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ આ સ્પર્ધામાં તમામ નવ રાઉન્ડ જીતી લીધાં અને નવ પૉઈન્ટ સાથે ખિતાબ પોતાના નામે કર્યો.પ્રજ્ઞિકાનાં પિતા વાકા રામનાધે કહ્યું, તેમની મોટી દીકરી વેરણ્યાને ચેસ રમતાં જોઈ પ્રજ્ઞિકાએ પણ ચેસ રમવાનું શરૂ કર્યું હતું. પંદર મહિનામાં ત્રણ વખત આ ખેલાડી સ્ટેટ ચેમ્પિયન પણ રહી ચૂક્યાં છે. તાજેતરમાં જ આંધ્રપ્રદેશમાં રમાયેલી નેશનલ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ અંડર સેવનમાં ગર્લ્સ કેટેગરીમાં પણ પ્રજ્ઞિકાએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ ભારતીય ટીમમાં તેમની પસંદગી થઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ