ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 13, 2025 8:19 એ એમ (AM) | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

printer

રાજ્યનાં ત્રણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંખ્યાબંધ બળવાખોરોને બરતરફ કરવામાં આવ્યા.

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારના આડે બે દિવસ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા બળવાખોરોને બરતરફ કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લા ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા ત્રણ હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરીયાએ આ કાર્યવાહી કરતાં જિલ્લાના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
ગઈકાલે જામનગર નગરપાલિકા માટે કાલાવડ, જામજોધપુર, ધ્રોલમાં ભાજપ સામે ઉમેદવારી કરનારા સાત સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
મહીસાગર નગરપાલિકાની ચૂંટણીમાં પણ જિલ્લા ભાજપ પ્રમુખે બળવાખોરો સામે કાર્યવાહી કરીને સંતરામપુરના 13, બાલાસિનોર અને લુણાવાડાના ચાર-ચાર સભ્યો મળીને કુલ 21 સભ્યો અને કોંગ્રેસે છ બળવાખોર કાર્યકરોને પક્ષમાંથી બરતરફ કર્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ