ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 8:02 એ એમ (AM) | GST વિભાગ

printer

રાજ્યનાં જીએસટી વિભાગે 186 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનું કૌભાંડ ઝડપ્યું.

રાજ્ય વસ્તુ અને સેવા કર- GST વિભાગની અન્વેષણ શાખાએ 186 કરોડ રૂપિયાથી વધુનું GST કૌભાંડ પકડ્યું છે. અને પ્રગ્નેશ કંતારિયાની ધરપકડ કરી છે.
સત્તાવાર યાદી મુજબ GST વિભાગે ગત મહિને કૉપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જુનાગઢ અને ભાવનગરમાં આવેલી 14 ખાનગી કંપનીઓ સામે તપાસ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી.
દરમિયાન એક ભાગીદારની 19 કરોડથી વધુની જીએસટી ચોરીની સંડોવણી બદલ 13 નવેમ્બરે સુરતથી ધરપકડ કરાઈ હતી. આ જ બાબતે અન્ય એક કંપનીના ભાગીદાર પ્રગ્નેશ કંતારિયા ગઈકાલે તપાસ સત્તાધિકારી સમક્ષ હાજર થયા હતા. આરોપી પ્રગ્નેશ કંતારિયાએ પોતાની કંપની દ્વારા બોગસ પેઢીઓ પાસેથી 186 કરોડ રૂપિયાથી વધુના ખોટા આર્થિક વ્યવહારો દર્શાવી 34 કરોડથી વધુની ખોટી વેરાશાખ ભોગવી છેતરપિંડી કરી હતી. ઊંડાણપૂર્વક તપાસ કરવા પ્રગ્નેશ કંતારિયાની ધરપકડ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ