ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 8, 2024 8:00 પી એમ(PM) | વરસાદ

printer

રાજ્યનાં કેટલાંક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં કુલ 51 તાલુકામાં વરસાદ નોંધાયાના અહેવાલ છે.
ગાંધીનગરના રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના જણાવ્યા મુજબ સૌથી વધુ એક ઇંચ વરસાદ કચ્છના ભુજ ખાતે નોંધાયો. તેમજ 10 તાલુકાઓમાં 10 થી 20 મિલિમિટર વરસાદ નોંધાયો છે, જ્યારે 41 તાલુકાઓમાં 1 થી 10 મિલિમિટર વરસાદ નોંધાયો છે.
ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે જિલ્લામાં થઈ રહેલા વરસાદને પગલે, પીપલદહાડ ફીડરની વીજ લાઇન ઉપર વૃક્ષ ધરાશાઈ થતા, વીજ પ્રવાહ અવરોધાયો હતો. જ્યારે મહાલની ૧૧ KV ફીડર લાઇન ઉપર પણ એક વૃક્ષ ધરાશાયી થયું હતું. તો આહવા ખાતે દીપદર્શન સ્કૂલ રોડ ઉપર પણ, વીજ વાયર ઉપર વૃક્ષ પડતા કેટલોક સમય વીજ પ્રવાહ બંધ કરવો પડ્યો હતો. તો જિલ્લાના સુબીર તાલુકાનાં હિંદળા ગામે એક પશુપાલકનો બળદ તણાઇ જતા મૃત્યુ પામ્યો છે.
અરવલ્લી જીલ્લાના માલપુરમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય ગરમી અને બફારાથી લોકોને હાશકારો થયો હતો. વહેલી સવારે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા ખેતીપાક ને નવજીવન મળતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ