રાજસ્થાનમાં જેસલમેર પાસેની ભારત-પાકિસ્તાન સરહદ જોવી હવે સરળ બની ગયું છે. સરહદ સલામતી દળ- બીએસએફે વેબસાઈટ બનાવીને ઓનલાઈન ઈ-પાસ બનાવવાની સુવિધા શરૂ કરી છે,
ઓનલાઈન ઈ-પાસ વિશે માહિતી આપતાં બીએસએફના ડીઆઈજી નોર્થ સેક્ટર યોગેન્દ્ર સિંહ રાઠોડે કહ્યું કે, હવે સરહદ પર જવા માટે જરૂરી પાસ મેળવવા માટે તનોટ માતાના મંદિરે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. તનોટ માતા ટ્રસ્ટે વેબસાઈટ બહાર પાડી ઈ-પાસ બનાવવાની સુવિધા શરૂ કરી છે.
www.shritanotmata mandir trust.com પર ઇ-પાસ આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે દર વર્ષે હજારો સ્થાનિક પર્યટકો જેસલમેરના તનોટ માતા મંદિરથી લગભગ 20 કિલોમીટર દૂર બબલિયાન ચોકી જોવા માટે જેસલમેર આવે છે. પ્રવાસીઓએ આ વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.