રાજય સરકારે વિવિધ જિલ્લામાં આવેલા 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી પટેલે કહ્યું હતું કે, વિવિધ જીલ્લાઓમાં વસ્તીના ધોરણ ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઇને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે.
રાજયના વિવિધ ગામોમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને સુવિધાયુક્ત બનાવવા માટે આ જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજયમાં કુલ 1 હજાર 499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે.
Site Admin | ડિસેમ્બર 21, 2024 7:29 પી એમ(PM)
રાજય સરકારે વિવિધ જિલ્લામાં આવેલા 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે
