ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 7:16 પી એમ(PM)

printer

રાજય સરકારે ખેડૂતોના હિતમાં શરૂ કરેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ ગુજરાતમાં કુલ 2 કરોડ15 લાખ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે

રાજય સરકારે ખેડૂતોના હિતમાં શરૂ કરેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ ગુજરાતમાં કુલ 2 કરોડ15 લાખ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ખેડૂતો પોતાની જમીનને ઓળખીને યોગ્ય માવજત દ્વારા યોગ્ય સમયે યોગ્ય પાકનું આયોજન કરી શકે તે માટે સોઇલ હેલ્થકાર્ડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજનાના કારણે રસાયણોના જરૂરિયાત પ્રમાણે ઉપયોગથી ખેડૂતોનો ખેતી ખર્ચ પણ ઘટ્યો છે.સોઇલ હેલ્થકાર્ડ યોજના અંતર્ગત નિયત પદ્ધતિથી ખેડૂતોના ખેતરમાંથી જમીનનો નમૂનો લઈને તેને પૃથ્થકરણ માટે જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. જ્યાં, આનમૂનાનું પૃથ્થકરણ કરી તેના આધારે સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવે છે. જેમાં દર્શાવેલ વિવિધ તત્વોના પ્રમાણના આધારે ખેડૂતોને કેટલા પ્રમાણમાં ખાતરો વાપરવા, તેની ભલામણ કરાય છે.જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા દરવર્ષે 5 ડિસેમ્બરને “વિશ્વ જમીન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ