રાજયસભા સાંસદ ડો.જશવંતસિંહ પરમારે ગોધરાના ચંચોપા ગામ ખાતે 20 એકરમાં 522 કરોડનાં ખર્ચે નિર્માણાધિન સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજની મુલાકાત લીધી હતી અને પ્રગતિ હેઠળ કામની સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે આ હોસ્પિટલમાં અત્યાધુનિક મશીનોથી સજજ 7 ઓપરેશન થિયેટર,5 આઈ.સી.યુ વોર્ડ,અધ્યતન લેબોરેટરી અને 430 બેડની સુવિધા ઉપલબ્ધ થશે. પરિણામે પંચમહાલ જિલ્લાના દર્દીઓને અમદાવાદ, વડોદરા સારવાર અર્થે જવું પડે નહીં.
આ નવીન મેડીકલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લેકચર થિએટર, વિશાળ લાઇબ્રેરી તથા સ્પોર્ટસ સંકુલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 9:42 એ એમ (AM)
રાજયસભા સાંસદ ડો.જશવંતસિંહ પરમારે ગોધરાના ચંચોપા ગામ ખાતે 20 એકરમાં 522 કરોડનાં ખર્ચે નિર્માણાધિન સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજની મુલાકાત લીધી હતી
