રાજયમાં સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન 231 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ભાણવડમાં સાડા સાત ઇંચ અને ખંભાળિયામાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
નર્મદા ડેમાં 85 ટકા કરતાં વધુ જળસંગ્રહ છે રાજ્યના 118 ડેમ હાઇએલર્ટ પર છે.. રાજ્યમાં અત્યાર સુધીમાં 28 હજાર 495 લોકોનું સ્થાળાતંર કરાયું છે.. અત્યાર સુધીમાં 1 હજાર 856 લોકોને ઉગારવામાં આવ્યાં છે . વરસાદને કારણે નવ લોકોના મૃત્યુ થયા છે..
હવામાન વિભાગે આજે કચ્છ, સૌરાષ્ટ્, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જ્યારે મધ્ય ગુજરાતમાં ઓરેંન્જ એલર્ટ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે..
જ્યારે આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું
Site Admin | ઓગસ્ટ 28, 2024 7:15 પી એમ(PM) | વરસાદ